Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કોવીશીલ્ડને મંજૂરી ન આપવાના નિયમથી ભારે બ્રિટન સામે નારાઝગી વ્યક્ત કરી હોવાની માહિતી

નવી દિલ્હી: ભારતે બ્રિટન દ્વારા લાગુ થનારા નવા વેક્સીન રૂલ સામે નારાજગી વ્યક્ત કરી છે. નવો નિયમ 4 ઓક્ટોબરથી લાગુ થવાનો છે. ભારતે બ્રિટનના વિદેશ સચિવ સાથેની મુલાકાત દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે ભારતે મંગળવારે બંને દેશો વચ્ચેના પરસ્પર હિતમાં બ્રિટનમાં કોવિડ ક્વોરેન્ટાઈનના મુદ્દાને પણ વહેલી તકે ઉકેલવા પર ભાર મુક્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર લખ્યુ હતુ કે, બ્રિટનના નવા વિદેશ સચિવને મળીને ખુશી થઈ છે. 2030 સુધીના રોડમેપ પર તેમજ અફઘાનિસ્તાન અને ઈન્ડો પેસિફિકના ઘટનાક્રમ પર પણ વિચાર વિમર્શ થયો છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટને કોવિડનુ જોખમ ઓછુ થયા બાદ નિયમો હળવા કર્યા છે પણ બ્રિટને જે દેશની રસીને માન્યતા આપી છે તેમાં ભારતનુ નામ નથી. જેનો અર્થ થયો કે, બ્રિટન જનારા ભારતીયોએ રવાના થતા પહેલા પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને બ્રિટનમાં પણ સ્થાનિક નિયમો તેમને લાગુ પડશે.

(5:48 pm IST)