Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ડિલિવરી કરાવતી વેળાએ બાળકનું માથું જ આ કર્મચારીએ માતાના પેટમાં રાખી દીધું

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી હિન્દુ મહિલા સાથે ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરના અભાવે બિનઅનુભવી કર્મચારીએ મહિલાની સિઝેરિયન ડિલિવરી કરી રહ્યો હતો. તેનાથી બાળકનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું હતું. એટલું જ નહીં, તેણે બાળકને પેટમાં જ છોડી દીધું હતું, જેના કારણે મહિલાનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ (LUMHS)ના ગાયનેકોલોજી વિભાગના વડા પ્રોફેસર રાહીલ સિકંદરે જણાવ્યું હતું કે સિંધ સરકારે એક મેડિકલ બોર્ડની રચના કરી છે અને આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. રાહીલે એ પણ જણાવ્યું કે મહિલાની ઉંમર 32 વર્ષ છે. તે થરપારકર જિલ્લાના છેવાડાના વિસ્તારની રહેવાસી છે. તે રવિવારે ડિલિવરી માટે રૂરલ હેલ્થ સેન્ટર (RHC) પહોંચી હતી. ઘટના બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ અહીં પણ તેની સારવાર કરવામાં આવી ન હતી.

(6:12 pm IST)