Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મહિલાઓને લઈને તાલિબાને જાહેર કરી વધુ એક ફરમાન

નવી દિલ્હી: તાલિબાન અધિકારીઓએ મહિલાઓના અધિકારોને મર્યાદિત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. તાલિબાને આ વખતે નવો આદેશ આપી મહિલા ન્યૂઝ એન્કરને એન્કરિંગ કરતી વખતે તેના ચહેરાને ઢાંકવાનો આદેશ આપ્યો છે. ટોલો ન્યૂઝ તરફથી મળેલી માહિતી પ્રમાણે આ આદેશ અફઘાનિસ્તાનના તમામ મીડિયા સંસ્થા માટે લાગૂ કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક એન્કરે કહ્યું- તાલિબાન નથી ઈચ્છતા કે અમે મીડિયા સંસ્થા સાથે જોડાયેલા રહીએ. તે શિક્ષિત મહિલાઓથી ડરે છે. અન્ય એન્કરે કહ્યું- પહેલા તાલિબાનોએ છોકરીઓ પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લીધો અને હવે તેઓ મીડિયામાં મહિલાઓને આગળ વધતી જોઈ શકતા નથી. સોશિયલ મીડિયા પર આ નવા ફરમાનની સોશિયલ અંગે ખૂબ ટીકા થઈ રહી છે . એક મહિલાએ ટ્વિટ કર્યું કે કોરોના સંક્રમણથી બચવા માટે આખી દુનિયા માસ્ક પહેરી રહી છે અને તાલિબાન મહિલાઓની ઓળખ છુપાવવા માટે તેમના ચહેરા ઢાંકી રહ્યું છે. તાલિબાન માટે મહિલાઓ એક રોગ છે. બીજી મહિલાએ લખ્યું- હવે અફઘાનિસ્તાનની મહિલાઓ 20 વર્ષ પાછળ ધકેલાઈ રહી છે.

 

(6:30 pm IST)