Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પ્લેનમાં મહિલાએ AC વેન્ટમાં સૂકવી અન્ડરવેઅર

મુંબઈ,તા.૨૧: પ્લેનમાં પ્રવાસ કરતા કેટલાક પેસેન્જરો એવી હરકત કરતા હોય છે કે બીજા માટે એ પરેશાની સાબિત થતી હોય છે. કયારેક કોઈ પેસેન્જરનું બાળક આખી ફલાઈટમાં રડ્યા જ કરતું હોય છે કે પછી પાછળની સીટ પર બેસેલું બાળક વારંવાર પગ મારીને આગળના પેસેન્જરને પરેશાન કરી મૂકે છે, પણ ટર્કીથી મોસ્કો જઈ રહેલી ઉરલ એરલાઈન્સની ૧૪ ફેબ્રુઆરીની એક ફલાઈટમાં એક મહિલા પેસેન્જર એક અન્ડરવેઅર એસી વેન્ટમાં સૂકવી રહી હોવાનો વિડિયો વાઈરલ થયો છે. કેટલીક સીટો પાછળ બેસેલા પેસેન્જરે આ વિડિયો ઉતાર્યો છે અને એને યુટ્યુબ પર મૂકયો છે. આશરે ૨૦ મિનિટ સુધી આ મહિલા અન્ડરવેઅર સૂકવી રહેલી દેખાય છે. જોકે કોઈ પણ પેસેન્જરે એનો વિરોધ નથી કર્યો પણ સહપ્રવાસીઓ આ જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ મહિલાને જોકે તેના આ કૃત્ય માટે કોઈ પસ્તાવો નહોતો થયો.

(1:07 pm IST)