Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ડોગીને ચાલવા લઈ જનારા સિનિયર સિટિઝન લાંબું જીવે

નવી દિલ્હી, તા.૨૧: સિનિયર સિટિઝનો રોજ તેમના પાળેલા ડોગીને લઈને વોક કરવા જાય કે પછી રોજ સવારે અથવા સાંજે લાઈટ એકસરસાઈઝ કરે કે યોગ કરે તો તેમના આયુષ્યમાં થોડો વધારો થાય છે એમ લંડનમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોટ્ર્સ મેડિસિનમાં પ્રકાશિત આર્ટિકલમાં જાણવા મળ્યું છે કે દર અઠવાડિયે ૧૫૦ મિનિટની આવી કસરત ખૂબ ઉપયોગી નીવડે છે. ૭૮ વર્ષથી ઉપરના આશરે ૧૦૦૦ લોકો પર આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

(1:06 pm IST)