Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ગરમી વધશે તો ઓટોમેટિક સ્પીડ વધારશે સ્માર્ટ પંખો

તાપમાન પ્રમાણે બદલાશે સ્પીડ

મુંબઇ તા. ૨૦ : દક્ષિણ કોરિયાની કન્ઝયુમર ઈલેકટ્રોનિકસ કંપની LGએ આ સીઝનમાં ભારતમાં પ્રીમિયમ સીલિંગ ફેન બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. કંપનીના એક અધિકારીએ કહ્યું કે, અમે ભારતના બજારમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(IoT) ટેકનોલોજી વાળા સીલિંગ ફેન લાવીશું.

LG ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાના મેનેજમેન્ટ ડિરેકટર કિન વાન કિમે કહ્યું કે આ સ્માર્ટ પંખા ઈન્ટરનેટ સાથે જોડાયેલા હશે. તાપમાન બદલાશે તે રીતે તેની સ્પીડ પણ ઓછી અને વધારે થઈ જશે. કલાઉડ કમ્પ્યુટિંગના માધ્યમથી પંખાને ગમે ત્યાંથી કંટ્રોલ કરી શકાશે.

કિમે જણાવ્યું કે, આ વર્ષે અમે સીલિંગ ફેન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. સીલિંગ ફેનને ખાસ કરીને ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

પંખા વિષે જણાવતાં તેમણે કહ્યું કે, આ પંખાના પાર્ટ્સને અલગ કરી શકાશે અને તેની સફાઈ પણ સરળતાથી કરી શકાશે. જો કે કંપનીએ આ પંખાની કિંમત હજી નક્કી નથી કરી. LGની યોજના ૩ મોડલ લોન્ચ કરવાની છે.

એક મોડલમાં IoTના ફીચર્સ હશે. આ સિવાય LGનો IoT આધારિત અલગ અલગ પ્રોડકટ્સ લોન્ચ કરવાનો પ્લાન છે. કંપનીએ કહ્યું કે, આગામી ૨-૩ વર્ષોમાં માંગ વધવા પર તે પ્રોડકશન વધારશે.(૨૧.૫)

(10:29 am IST)