Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ખૂબ જ ઉંચા અવાજે ભણાવતી હતી ટીચરઃ સ્કૂલે કાઢી મુકી તો કોર્ટ સુધી પહોંચ્યો મામલોઃ કોર્ટે ફટકાર્યો ૧ કરોડનો દંડ

કોર્ટે આ મામલે યુનિવર્સિટીને ફટકાર લગાવી છે

લંડન,તા. ૨૧ : ઘણી વાર એવી દ્યટનાઓ આવે છે જયારે કોઈ મોટી સ્કૂલના ટીચર અથવા પ્રિન્સિપલને કાઢી નાખવામાં આવે છે તો મામલો કોર્ટ સુધી પહોંચી જતો હોય છે. અને નિર્ણય તેના પક્ષમાં આવી પણ જતો હોય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. જયારે બ્રિટેનની એક યુનિવર્સિટીમાં ભણાવતી એક મહિલા ટીચર વિરુદ્ઘ નિર્ણય લેતા તેને કાઢી મુકવામાં આવી હતી. તેને કારણ બતાવામાં આવ્યું કે, તે ખૂબ જ ઉંચા અવાજે ભણાવે છે. એટલા માટે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી છે. બાદમાં આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

હકીકતમાં, આ ઘટના યુકેની એકસેટર યુનિવર્સિટીની છે. એક અહેવાલ મુજબ, આ મહિલા શિક્ષકનું નામ એનેટ પ્લોટ છે. આ ૫૯ વર્ષીય શિક્ષક છેલ્લા ૨૯ વર્ષથી ભૌતિકશાસ્ત્ર ભણાવતા હતા. પરંતુ અચાનક તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે તેનો અવાજ ખૂબ ઊંચો હતો અને નવા વિદ્યાર્થીઓને આ મહિલા પસંદ ન હતી.

પરંતુ જયારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે એક ટ્વિસ્ટ સામે આવ્યો. કોર્ટમાં, યુનિવર્સિટી પ્રશાસન વતી કહેવામાં આવ્યું હતું કે તેઓએ શિક્ષકને મોટા અવાજને કારણે નહીં પરંતુ પીએચડીના બે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવાને કારણે હટાવ્યા છે. કોર્ટમાં મહિલાનો પક્ષ પણ સાંભળવામાં આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તેનો અવાજ સ્વાભાવિક રીતે ખૂબ જ ઊંચો છે અને તે કયારે મોટો થઈ જાય છે તે તેઓ સમજી શકતા નથી.

રિપોર્ટ અનુસાર, આ મહિલા ન્યૂયોર્ક અને જર્મનીમાં પણ ભણાવી ચૂકી છે, પરંતુ તેની સામે કયારેય આવી ફરિયાદ આવી નથી. મહિલાએ કહ્યું કે તાજેતરમાં જ તે ડિપ્રેશનની દવાઓ લઈ રહી છે કારણ કે તેને અગાઉ બે વખત સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેનું કહેવું છે કે આ કારણે તેને તણાવ અને ડિપ્રેશન હતું. તેઓ હંમેશા તેમની નોકરી પરત મેળવવા માંગે છે.

બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે નિર્ણય કર્યો કે, યુનિવર્સિટી પ્રશાસન મહિલાને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. કોર્ટે આ મામલે યુનિવર્સિટીને ફટકાર પણ લગાવી છે. હાલમાં બ્રિટનમાં મહિલા શિક્ષકો ચર્ચાનો વિષય છે. લોકો આ મામલે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, કેટલાક લોકોએ કોર્ટના નિર્ણયનું સ્વાગત પણ કર્યું છે.

(9:57 am IST)