Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વોશિંગટનમાં અમેરિકી ખુફિયા વિભાગે 25 હજાર નેશનલ ગાર્ડ તૈનાત કર્યા

નવી દિલ્હી: અમેરિકામાં આજે યોજાનારી હાઇ પ્રોફાઇલ શપથવિધિ પૂર્વે વોશિંગ્ટનમાં જબરી સુરક્ષા લાદી દેવામાં આવી છે અને અમેરિકી ખુફીયા વિભાગ તે વોશિંગ્ટન પોલીસ કોઇ જોખમ લેવા માંગતી નથી તેથી અહીં જે 25 હજાર નેશનલ ગાર્ડ તૈનાત કરાયા છે દરેકનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે અને અત્યાર સુધીમાં 12 નેશનલ ગાર્ડને ફરજ પરથી હટાવી લેવાયા છે. આ તમામની કોઇને કોઇ ટ્રમ્પ તરફી કટરવાદીઓ સાથે કે અન્ય રીતે શંકાસ્પદ સંબંધ જોવા મળ્યા છે. સુત્ર માને છે કે નેશનલ ગાર્ડમાંથી કોઇ શપથવિધિ સમયે તોફાન સર્જી શકે છે અને તેથી જ સમગ્ર સુરક્ષાને વધુને વધુ મજબૂત બનાવાઇ છે.

(5:35 pm IST)