Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રિસર્ચમાં ખુલાસો

...તો ખતમ થઇ જશે પુરૂષોનું અસ્તિત્વ

નવી દિલ્હી તા. ૨૩ : માનવ કોશિકામાં રહેલા Y ક્રોમોજોમ ઝડપથી ઘટી રહ્યા છે. જીવ વિજ્ઞાનીઓએ ચિંતા વ્યકત કરી છે કે, એક સમય એવો આવશે કે જયારે આ પૃથ્વી પરથી પુરુષોનું વજૂદ ખતમ થઈ જશે. સાયન્સ મેગેઝિન 'કનર્વેશન'માં આ દાવો કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોના મુજબ, આ જૈવિક ઘટના શકય બનતા ૪૬ લાખ વર્ષ લાગી શકે છે. વૈજ્ઞાનિકોના મુજબ, આ સમય ઘણા લોકોને ખૂબ જ લાંબો લાગી રહ્યો હશે, પરંતુ જો તમે એ વાત પર વિચાર કરો કે ધરતી પર જીવન સાડા ત્રણ અબજ વર્ષ જ રહેલું હોય તો આ સમયસીમા ખૂબ ચિંતા ઉપજાવનારી છે.

જે ભ્રૂણમાં XY ક્રોમોજોમ હોય છે, તે નરમાં વિકસિત હોય છે, જયારે Y ક્રોમોજોમ્સ વિના ભ્રૂણ એટલે કે XX ક્રોમોજોમ માદા શિશુના સ્વરૂપમાં વિકસિત થાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ૧૬.૬ કરોડ વર્ષ પહેલાં એટલે કે જયારે ધરતી પર પહેલો સ્તનધારી વિકસિત થયો હતો તે સમયે પ્રોટો Y ક્રોમોજોમ્સની સંખ્યા XY ક્રોમોજોમ્સ બરાબર હતી.વૈજ્ઞાનિકોના મુજબ Y ક્રોમોજોમ્સ એક આધારભૂત નિયમનું પાલન કરે છે. જયાં આપણી કોશિકામાં બીજા ક્રોમોજોમ્સની બે કોપી હોય છે. જયારે Y ક્રોમોજોમ્સની એક જ કોપી હોય છે, જે એક પિતા પ્રજનન પ્રક્રિયા દરમિયાન પોતાના પુત્રમાં હસ્તાંતરિત કરે છે. તેનો મતલબ એ છે કે, Y ક્રોમોજોમ્સ દરેક પેઢીમાં થનારા જેનેટિક રિકોમ્બિનેશનમાં હિસ્સો લઈ શકતા નથી.(૨૧.૮)

(6:21 pm IST)