Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ફ્રાંસે પાકિસ્તાનના સબમરીનને અપગ્રેડ ન કરવાનો નિર્ણય આપ્યો

નવી દિલ્હી: ફ્રાંસે હવે પાકિસ્તાની એરફોર્સના મિરાજ ફાઈટર જેટ, એર ડિફેન્સ સિસ્ટમ અને નેવીની ફ્રેન્ચ બનાવટની ઓગોસ્ટા ક્લાસ સબમરિનને અપગ્રેડ નહીં કરી આપવાનો નિર્ણય લીધો છે.પાકિસ્તાન પાસે 150 જેટલા મિરાજ-3 અને મિરાજ 5 પ્રકારના ફાઈટર જેટ છે.જે ઘણા વર્ષોથી એરફોર્સમાં છે.જોકે હવે જ્યારે ઘરડા થઈ રહેલા વિમાનોને અપગ્રેડ કરવાની જરુર છે ત્યારે ફ્રાન્સે પાકિસ્તાનને આ માટે ના પાડી દીધી છે. એવુ પણ મનાઈ રહ્યુ છે કે, તુર્કીના ઈશારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની ટીકા કરી હતી અને તેનાથી ફ્રાંસ નારાજ છે.ફ્રાંસે તો રાફેલ વિમાન ખરીદનારા અન્ય એક દેશ કતારને પણ ચેતવણી આપી છે કે, પાકિસ્તાનના ટેકનિશિયન્સને રાફેલ વિમાન સાથે કામ કરવા ના દે.ફાંસને આશંકા છે કે, પાકિસ્તાની મૂળના ટેકનિશિયલનો વિમાનની ગુપ્ત જાણકારી પાકને લીક કરી શકે છે.

(5:30 pm IST)