Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

લડાઇના મેદાનમાં ઉતરતા પહેલા આળશ મરડતો કુકડો

 વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં કોરોનાના કારણે છેલલા કેટલાક દિવસોથી કુકડાઓ વચ્ચેની લડાઇ કરાવતી કલબો બંધ થઇ ગઇ હતી. કલબ માલીકોને મોટી આશા હતી કે કુકડાની લડાઇની બજાર ફરી ધમધમતી થઇ જશે. કુકડાના ખાનપાન અને તેમના પ્રશિક્ષણ માટેનો ખર્ચ એળે નહીં જાય. ત્યાં સાચે જ 'ગેલિસ્ટિકો કરાકાસ' કલબમાં પ્રશિક્ષણ મેળવ્યા બાદ કુકડાઓને મેદાનમાં ઉતારવાનું શરૂ થઇ ચુકયુ છે. કુકડા પણ મેદાનમાં ઉતરવા પુરૂ ઝોમ બતાવી રહ્યાનું ઉપરોકત તસ્વીરમાં જોઇ શકાય છે.

(2:45 pm IST)