Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મ્યાનમારમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.54 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારીનો કહેરર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ દુનિયાનાં અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપનાં ઝટકા પણ અનુભવાઇ રહ્યા છે. તાજેતરમાં મ્યાનમારમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. અહી મધરાતે ભૂકંપનાં ઝાટકા આવ્યા હતા. જો કે આ દરમિયાન કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. ધરતીકંપોની ઘટનાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની ટક્કર છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ ટકરાઈ જાય છે, ત્યાં ફોલ્ટ લાઈન ઝોન રચાય છે અને સપાટીનાં ખૂણાbhuy67m767ઓ વળી જાય છે. સપાટીનાં ખૂણાઓનાં વળાંકને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટોનાં તૂટવાને કારણે, અંદરની ઉર્જા બહારનો રસ્તો શોધે છે, જેના કારણે પૃથ્વી હલી જાય છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.

(5:57 pm IST)