Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે ઇલેક્ટ્રિક કાર લાવવાની પણ બનાવી રહ્યું છે યોજના

નવી દિલ્હી: OLAએ ઈલેક્ટ્રીક સ્કુટરની સાથે ભારતમાં EVની પોતાની સફર શરુ કરી હતી. પરંતુ હવે કંપની ઈલેક્ટ્રિક મોટરસાઈકલ અને ઈલેક્ટ્રિક કાર લાવવાની યોજના બનાવી રહી છે. OLA ઈલેક્ટ્રિકના CEO ભાવિશ અગ્રવાલે જણાવ્યું હતું કે OLA છેલ્લા 6-8 મહિનાથી ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે અને તેને 2023ના અંત સુધીમાં અથવા 2024ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ઓલા ફેક્ટરીમાં આયોજિત કાર્યક્રમમાં એક ડેમો કાર પણ રજૂ કરવામાં આવી હતી, જેની સાથે ઓટોનોમસ ટેક્નોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.હાલમાં, ગોલ્ફકાર્ટમાં ફેરફાર કરીને ડેમો તૈયાર કરવામાં આવ્યો છે, જેની સ્પીડ 20 કિમી પ્રતિ કલાક છે. કારમાં બે LiDAR કેમેરા ફીટ કરવામાં આવ્યા છે જે GPS દ્વારા કામ કરે છે. આ ડિઝાઇન પ્રોટોટાઇપમાં OLA ઇલેક્ટ્રિક કાર હેચબેક જેવી લાગે છે. આ જોઈને, સૌ પ્રથમ નિસાન લીફ ઈવી યાદ આવે છે, જે દેખાવમાં ખૂબ જ સમાન છે. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત EV નિર્માતા ટેસ્લા પણ એક નાની ઇલેક્ટ્રિક હેચબેક પર કામ કરી રહી છે જે ટેસ્લાની સૌથી સસ્તી કાર હશે અને તે બજારમાં મોડલ 3નું સ્થાન લેશે. આ EV ની ડિઝાઇન રેન્ડર્સ ઘણી વખત ઇન્ટરનેટ પર જોવામાં આવી છે અને OLA EV પણ તેનાથી પ્રેરિત હોવાનું જણાય છે.

 

(7:18 pm IST)