Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

આ મરદ્યાએ માલિકને કમાવી આપ્યા રૂ.૬ કરોડ!

થાઇલેન્ડમાં થાય છે દુનિયાની સૌથી મોંઘી મરચા ફાઇટ

બેંગકોક, તા. ૧૯ : તમે દ્યણીવાર ટીવી પર અથવા ઇન્ટરનેટ પર મરદ્યા ફાઇટના વીડિયો જોયા હશે. પરંતુ થાઇલેન્ડમાં મરદ્યાની જેવી ફાઇટ થાય છે તેવી દુનિયામાં લગભગ કયાંય નથી થતી. આ રવિવારે પણ ફરી એકવાર થાઈલેન્ડની આ પ્રખ્યાત મરખા ફાઇટ રાજધાની બેંકોક ખાતે યોજાઈ હતી. જેને જેવો માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

મરદ્યાની આ લડાઈ અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ હતી. જેમાં વિનરને લગભગ ૬ કરોડ જેટલા રુપિયા ઈનામ તરીકે મળ્યા હતા.

મરગા લડાઈ થાઇલેન્ડની સદીઓ જૂની પરંપરા છે. તેને અહીંના કલ્ચરનો પણ મહત્વનો ભાગ ગણવામાં આવે છે. આ કારણે જ વર્ષોથી આ મરદ્યા લડાઈને સંરક્ષિત કરી દેવામાં આવી છે અને આગળની પેઢીને પણ તે વારસામાં શીખડાવવામાં આવે છે.

તમે માનશો નહીં પરંતુ ક્રિકેટ સ્ટેડિયમની જેમ થાઈલેન્ડમાં મરદ્યા ફાઇટ માટે ખાસ સ્ટેડિયમ બનાવાયા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને પોતાના ફેવરિટ મરદ્યા પર પૈસા લગાવે છે.

(4:44 pm IST)