Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જાપાનમાં એક્સપ્રેસ વે પર હિમવર્ષાના કારણોસર એક સાથે 134 કાર અથડાઈ

નવી દિલ્હી: જાપાનમાં મંગળવારે એક એક્સપ્રેસ વે પર હિમ વર્ષાના કારણે રસ્તો લપસણો બની જતા એક પછી એક એવી 134 કાર એક બીજા સાથે અથડાઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એકાદ ડઝન જેટલા લોકો ઘવાયા હતા. આજે બપોરે મિયાગીના ઉત્તરે આવેલા તોહુકુ એક્સપ્રેસ વે પર અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.

રસ્તા પર કાર અથડાવવાના કારણે લગભગ એક કિમી સુધી કારની લાંબી લાઇન લાગી ગઇ હતી, એમ સરકારે કહ્યું હતું. રસ્તા પર વિઝિબિલીટી ઘટી જતાં સત્તાવાળાઓએ વાહનોની ગતિ મર્યાદા કલાક દીઠ માત્ર 50 કિમી કરી દીધી હતી. તેમ છતાં રસ્તા પર અકસ્માત તો બન્યા હતા. રસ્તા પર વાહનો અથડાવવાના કારણે આશરે 200 જણા ઘવાયા હતા જે પૈકી 12 જણાને હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા.

(5:41 pm IST)