Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

એડલ્ટ લાઇફ માટે તૈયાર કરવા ઓલમોસ્ટ એકાંતરે દિવસે પેરન્ટ્સ જ કરતા હતા ૧ર વર્ષની દીકરી પર રેપ

મોસ્કો તા. ર૦: રશિયામાં એક અત્યંત ધૃણાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. બાર વર્ષની એક છોકરી પર લગભગ છ મહિના સુધી એકાંતરે દિવસે તેના જ પેરન્ટ્સ રેપ કરતા રહ્ના હતા. હસનબન્ડ-વાઇફ બન્નેની ઉંમર ૩પ વર્ષની હતી અને જયારે પિતા દીકરી સાથે સંબંધ બાંધતો હોય ત્યારે એ જ બેડ પર તેની મા પણ હાજર રહેતી હતી. ઘરની આ ખુફિયા વાતની ખબર ત્યારે પડી જયારે દીકરીની સ્કૂલમાં મેડિકલ કેમ્પ લાગ્યો. તેને માસિકચક્રની તકલીફ હતી અને એ માટે જયારે તપાસ કરવામાં આવી ત્યારે ડોકટરને ખબર પડી કે આ છોકરી વર્જિન નથી. આટલી નાની ઉંમરે કૌમાર્યપટલ કેવી રીતે તૂટી ગયો એ જાણવા માટે જયારે ડોકટરોએ તેને જે સવાલો કર્યા ત્યારે આ હકીકત બહાર આવી. દીકરીએ બહુ નિર્દોષતાથી કહી દીધું કે પપ્પા તેની સાથે શું કરતા હતા. તેની મમ્મી પણ આર્ટિફિશ્યલ પેનિસ લઇને તેને પીડા આપતી હતી એવું પણ તેણે કહ્નાં. આ વાતની ખાતરી કરવા માટે જયારે પોલીસે તેના પેરન્ટ્સની આકરી પૂછતાછ કરી ત્યારે તેની માએ પોપટની જેમ બધું સ્વીકારી લીધું. તેનું કહેવું હતું કે તે જયારે ૧૩ વર્ષની હતી ત્યારે તેની સાથે બળાત્કાર થયેલો અને તેને એ પછી બહુ શોક લાગ્યો હતો. મારી દીકરી પર કોઇ અજનબી સેકસ-મેનિએક કંઇક કરી જાય એના કરતાં અમે તેને આ બાબતે પેહેલેથી જ ટ્રેઇન કરી દેવા માગતા હતા. કબુલાતમાં તેની માએ પણ પણ કહ્નાં હતું કે ઓમોસ્ટ એકાંતરે દિવસે તેની દીકરીને જાતીય અનુભવ આપવામાં આવતો હતો. રશિયન કાયદા મુજબ આ કપલને ર૦-ર૦ વર્ષની જેલની સજા થઇ શકે છે.

દીકરીને તેમની પાસેથી છીનવીને કેર-હોમમાં મૂકવામાં આવી છે અને આ કપલ હવે કોઇપણ બાળૃકોનો ઉછેર નહીં કરી શકે.

(3:01 pm IST)