Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સામાન્ય માસ્કને લઈને વૈજ્ઞાનિકોએ કરી શોધ:ખુબજ સારી રીતે પ્રભાવી છે ઘરમાં બનેલ માસ્ક

નવી દિલ્હી:સામાન્ય રીતે ઘરમાં કપડામાંથી બનાવવામાં આવેલ માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મદદરૂપ થયા છે કારણ કે શોધકર્તાઓએ જાણ્યું છે કે  પ્રકારના માસ્ક બૂંદને રોકવામાં ખુબજ પ્રભાવી હોય છે. એક્સ્ટ્રીમ મેકૅનિક્સ લેટર્સ જનરલમાં પ્રકાશિત એક શોધમાં શોધકર્તાઓએ સામાન્ય ઘરેલુ કપડાંઓની પ્રભાવશીલતાની તપાસ કરી તો તેમાં નવા કપડાંની તુલનામાં કોરોના વાયરસને રોકવાની ક્ષમતા વધુ હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(5:49 pm IST)