Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

થાઈલેંડમાં બતકોની ફોજને ખેતરમાં મુકવામાં આવી:ડાંગરના ખેતરમાં કરશે જંતુઓનો નાશ

નવી દિલ્હી: ડાંગરના નિકાસકાર દેશોમાં થાઇલેન્ડ બીજા ક્રમે આવે છે. અહીં ખેતરોની સાફ સફાઇ આશ્ચર્ય રીતે બતકોની ફૌજ સાંભળે છે. ખેતરમાં ગોકળગાયના અમુક પ્રકારો ડાંગરના પાક માટે નુકશાનકારક નિવડે છે. ઉપરાંત કેટલાક ફરતા અને કેટલાક ઉડતા જંતુઓ ઉભા પાકને નુકશાન કરતાં હોય છે. બતકોની ફૌજ આવા જંતુઓનો સફાયો કરવામાં મદદરૂપ બને છે.

           થાઇલેન્ડમાં બતકોની ડિમાન્ડને ધ્યાને લઇને બતક ઉછેર કેન્દ્રો પણ ચાલે છે. બતક 20 દિવસના થાય ત્યાં તેમને ખેતરોમાં છોડી મુકવામાં આવે છે. ત્યાંની કામગીરી પુરી થયા પછી તેમના ઉછેર કેન્દ્રોમાં પરત ફરીને ઇંડા મુકે છે.

(5:48 pm IST)