Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

નાસાના આ મિશન માટે ઈલોન મસ્કની કંપની કરશે 2.89અબજ ડોલરનો ખર્ચો

નવી દિલ્હી: ૧૯૬૯માં પ્રથમ વાર ચંદ્ર પર અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ સમાનવ મિશન મોકલ્યું હતું. એ એપલો પ્રોગ્રામ ૧૯૭૨માં સંકેલી લેવાયો હતો. એ પછી હવે નાસા ફરીથી ચંદ્ર પર સમાનવ મિશન મોકલવા માંગે છે. સંભવતઃ આ મિશન ૨૦૨૪માં યોજાશે. એ માટે ચંદ્ર પર ઉતરી શકે અને ત્યાંથી પરત આવી શકે એવા લેન્ડર યાનનો કોન્ટ્રાક્ટ સ્પેસ-એક્સ કંપનીને અપાયો છે. ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સને નાસા આ કોન્ટ્રાક્ટ પેટે ૨.૮૯ અબજ ડૉલર (૨૫૮ અબજ રૃપિયા) ચૂકવશે.

          આ લેન્ડર બનાવવા માટે અન્ય ખાનગી કંપનીઓ પણ સ્પર્ધામાં હતી, જેમાં ઈલોન મસ્કના હરિફ અને એમેઝોનના માલિક જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિન પણ બતી. પરંતુ એ બધાને સાઈડમાં મુકી નાસાએ વધુ એક કોન્ટ્રાક્ટ સ્પેસ-એક્સને આપ્યો છે. નાસા માટે સ્પેસ-એક્સ કેટલાક વર્ષોથી કામ કરે છે. આર્ટેમિશ નામના આ મિશન હેઠળ નાસા બે અવકાશયાત્રીને ચંદ્ર પર મોકલવા માંગે છે. તેમાં એક પુરુષ અને એક સ્ત્રી અવકાશયાત્રી હોય એવુ નાસાનું આયોજન છે.

(5:50 pm IST)