Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચીનના આ બે શહેરોમાં કોરોના સંક્ર્મણ વધતા ફરીથી લોકડાઉન:30 લાખથી વધુ લોકોને ઘરમાં રહેવાની નોબત આવી

નવી દિલ્હી: કોરોના રોગચાળાનાં જનક મનાતા અને કોરોનાને સૌથી પહેલા નિયંત્રિત કરવાનો દાવો કરનારા ચીનમાં ફરી એકવાર રોગચાળાનો ચેપ તીવ્ર બની રહ્યો છે.દેશના પૂર્વોત્તરના બે શહેરોમાં કોરોના કેસ વધ્યા બાદ લગભગ લોકો માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ચેપગ્રસ્ત સેલ્સમેનનાં કારણે વિસ્તારોમાં કોરોના ફેલાયો છે.ચીને મોટા ભાગે કોરોનાને નિયંત્રિત કરી લીધો હતો, પરંતુ ત્યાં સંક્રમણની સંખ્યા છેલ્લા કેટલાક સપ્તાહમાં સતત વધી રહી છે. આને કારણે ત્યાં ફરી એકવાર લોકડાઉન, ટ્રાવેલ પ્રતિબંધ અને મોટા પાયે ટેસ્ટીંગ શરૂ કરાયું છે.

         ઉત્તર પૂર્વીય જીલીન પ્રાંતના બે શહેરોમાં સોમવારે 109 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા. પછી, બંને શહેરોની 30 લાખથી વધુની વસ્તી માટે ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.સાથે ચીનના ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં ઘરોમાં 1.90 કરોડથી વધુ લોકોને કેદ કરવામાં આવ્યા છે. તમને દર ત્રણ દિવસે એકવાર ખાવા-પીવાની ચીજો ખરીદવા જવાની છૂટ આપવામાં આવી છે.

(5:38 pm IST)