Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વિશ્વના બીજા નંબરના અર્થતંત્રની યાદીમાં ચીનનો 2.3 ટકાનો દર વધુ નોંધાયો

નવી દિલ્હી: ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)સોમવારે જણાવ્યું હતું કે, 'વિશ્વના બીજા નંબરના અર્થતંત્રની GDPમાં ૨.ટકાના દરે વધારો નોંધાયો છે અને ૨૦૨૦માં અર્થતંત્ર ડોલરની રીતે વધીને ૧૫.૪૨ ટ્રિલિયન ડોલર થયું છે. સ્થાનિક ચલણની રીતે GDP ૧૦૦ ટ્રિલિયન યુઆન (૧૫.૪૨ ટ્રિલિયન ડોલર)ને વટાવી ૧૦૧.૫૯૮૬ યુઆને પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, વુહાનમાં કોરોના વાઇરસની શરૂઆત પછી લાગુ થયેલા લોકડાઉનને કારણે ચીનના અર્થતંત્રમાં ૨૦૨૦માં પ્રથમ ક્વાર્ટરમાં ૬.ટકા ઘટાડો નોંધાયો હતો. જોકે, લોકડાઉનના કડક પગલાં અને વિવિધ બિઝનેસ માટે તાત્કાલિક રાહતને કારણે ચીનમાં મક્કમ રિકવરી આવી છે. ૨૦૨૦ના ચોથા ક્વાર્ટરમાં ચીનની GDP અગાઉના વર્ષની તુલનામાં ૬.ટકાના દરે વધી છે, જે ત્રીજા ક્વાર્ટરના ૪.ટકાની તુલનામાં વધુ છે. NBSના જણાવ્યા અનુસાર 'દેશના આર્થિક કામકાજમાં સારી રિકવરી નોંધાઈ છે. આર્થિક અને સામાજિક વિકાસનો મોટો પડકાર ધારણા કરતાં સારી રીતે પૂરો થયો છે.'

(5:37 pm IST)