Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સફાઇ-કામદારોએ કચરામાં ફેંકી દેવાયેલી બુકસ એકઠી કરીને એની લાઇબ્રેરી શરૂ કરી

કોઇકના માટે જે રદી છે એ બીજા માટે જ્ઞાનનો ભંડાર પણ હોઇ શકે

લંડન, તા., ૧૯: કોઇકના માટે જે રદી છે એ બીજા માટે જ્ઞાનનો ભંડાર પણ હોઇ શકે છે. એ વાતને તુર્કીના અંકારા રાજયના કેન્કાયા શહેરના કેટલાક સફાઇ-કામદારોએ પુરવાર કરી બતાવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહીનામાં કેટલાક સફાઇ કામદારોએ તેમના કચરામાં ઘણા બધા પુસ્તરો પણ આવતા હોવાનું નોંધ્યું હતું. કેટલાક લોકો તો એમ જ રદીમાં પુસ્તકો વેચી નાખતા હતા. જે તેમને અને અન્ય ગરીબોને કામ આવે એવા હતા. તેમણે આ રદ્દી પુસ્તકો એક જગ્યાએ એકત્રીત કરવાના શરૂ કર્યા. એક બંધ પડેલી ઇંટની ફેકટરીમાં આ પુસ્તકોનો ખડકલો કરવામાં આવ્યો. શહેરના મેયરને પણ આ વાતમાં રસ પડયો કેમ કે જે પુસ્તકો અમુક લોકો માટે રદી હતા એ બીજા માટે કામના પણ હતા એટલે તેમણે સફાઇકામદારોને ખાસ એક મહીના શેરીએ-શેરીએ ફરીને લોકો માટે નકામાં પુસ્તકો એકત્ર કરવાનું કહયું અને બંધ પડેલી ઇંટની ફેકટરીમાં જ એને ગોઠવીને લાઇબ્રેરી શરૂ કરવામાં આવી. લોકોને આ પહેલની ખબર પડી એટલે તેમણે સામેથી આવીને પુસ્તકો ડોનેટ કરવાનું શરૂ કરી દીધું. સફાઇ કામદારોની આ લાઇબ્રેરીમાં હાલમાં ૬૦૦૦ થી વધુ પુસ્તકો છે. જે પુસ્તકોની વધુ કોપીઓ છે એ સ્થાનીક સ્કુલો જેલો અને ગરીબો માટેની સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ફરીથી દાનમાં આપવામાં આવે છે.

(1:49 pm IST)