Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઈંગ્લેન્ડમાં જીવતા દફનાવવાના ડરથી એક ડોકટરે બનાવી હતી કબરમાં બારીઈંગ્લેન્ડમાં જીવતા દફનાવવાના ડરથી એક ડોકટરે બનાવી હતી કબરમાં બારી

નવી દિલ્હી: તમે ક્યારેય કબર પર બારી જોઈ છે? તમે વિચારી રહ્યા હશો કે એવું કોઈ શા માટે કરશે પરંતુ ઇંગ્લેન્ડમાં હકીકતમાં એમ થયું છે. 18મી સદીના અંતમાં ડૉક્ટર ટિમોથી ક્લાર્ક સ્મિથનું મોત થયું તો તેની કબરમાં એક બારી બનાવવાં આવી. એમ એટલા માટે કેમ કે તે એક બીમારીથી પીડિત હતો અને તેને લાગતું હતું કે તે એક દિવસે જીવતો દફન થઈ જશે. ટિમોથી ક્લાર્ક સ્મિથ ઇંગ્લેન્ડમાં ગંભીર રૂપે ટાઇપોફોબિયા નામની બીમારીથી પીડિત હતો. આ બીમારીના કારણે તેને જીવતા દફન થવાનો ડર સતાવી રહ્યો હતો. હવે તેની કબર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. લોકો કબર જુએ છે અને ત્યાં કેટલાક સિક્કા છોડીને જતા રહે છે. ન્યૂ હેવન, વરમોન્ટમાં એવરગ્રીન સેમેટ્રી એસોસિએશનના અધ્યક્ષ રોજર બોઇસે કહ્યું કે તેને (ક્લાર્ક સ્મિથ) નીચે જમીનમાં જોઈને ઘણા વર્ષો થઈ ગયા. મને ખબર છે કે તે ત્યાં દફન છે અને કાંચની પ્લેટ લાગી છે. બોઇસે કહ્યું કે એક નાનકડા પર્વત પર બનેલી એક સીડી પણ છે. ડૉક્ટરના શવ સાથે છીણી (ઓજાર) પણ દફનાવવામાં આવ્યું હતું અને તેની પાછળ તર્ક હતો કે જો તે આગામી સમયમાં જાગી જાય તો તેને બહાર નીકળવામાં મદદ મળશે. તેની કબર પર લાગેલી કાંચની બારી થોડા ઇંચ નીચે જોઈ શકાય છે. ડૉ. સ્મિથની કબર પર ઘણા બધા પર્યટક જાય છે. લોકો ન્યૂ ઇંગ્લેન્ડના એક વિચિત્ર શહેરમાં આ અજીબોગરીબ કબરને જોવા માટે ઉત્સુક છે.

 

(5:25 pm IST)