Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચીને ઓગસ્ટમા સમગ્ર વિશ્વને અંધારામાં રાખી અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ચીને ગત ઓગસ્ટમાં સમગ્ર વિશ્વને અંધારામાં રાખી અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કર્યુ છે. બ્રિટીશ અખબાર ફાયનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ પરમાણુ હથિયારથી સજ્જ મિસાઇલને અંતરિક્ષની નીચલી કક્ષામાં મોકવવામાં આવી હતી.

અહીંથી મિસાઇલે પૃથ્વીનું એક ચક્કર લગાવ્યું હતું અને ત્યારબાદ તેના નિશાન તરફ ત્રાટકી હતી. અહેવાલ પ્રમાણે આ પરિક્ષણ સંપૂર્ણ સફળ નહોતું રહ્યું પરંતુ ચીનના આ મોટા પગલાં વિશે જગત જમાદાર અમેરિકાને પણ કોઇ જાણકારી નહોતી. જેનાં કારણે અત્યારે અમેરિકા સહિતના દેશોની ગુપ્તચર સંસ્થાઓ આશ્ચર્યમાં છે.

ફાયનાન્શિયલ ટાઇમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આ દરેક મિસાઇલ પરિક્ષણની જાહેરાત કરતા ચીને આ પરિક્ષણને ખૂબ જ ગુપ્ત રાખ્યું હતું અને પરિક્ષણને સંપૂર્ણ સફળતા પણ મળી નહોતી કારણ કે મિસાઇલ તેના નિર્ધારિત નિશાનથઈ 32 કિલોમીટર દૂર ત્રાટકી હતી. અખબારે ગુપ્સ સૂત્રોનો હવાલો આપી દાવો કર્યો છે કે લોન્ગ માર્ચ રોકેટમાં હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકને અંતરિક્ષમાં મોકલ્યું હતું. ા પરિક્ષણના અહેવાલો બહાર આવતા અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓ પણ આશ્ચર્યમાં છે.

(5:25 pm IST)