Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અમેરિકામાં છેલ્લા એક અઠવાડિયાં 10હજારથી વધુ લોકોના મૃત્યુની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાના સતત ચાલી રહેલા કહેરમાં છેલ્લા 1 સપ્તાહમાં 10000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ડેલ્ટા વેરીએન્ટ આ દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાયો છે અને અત્યાર સુધીમાં 6.70 લાખ અમેરિકનોના કોવિડના કારણે મૃત્યુ થયા છે. અમેરિકાની હોપ કીન્સ યુનિ.ના ડેટા મુજબ 12 વર્ષ કે તેથી ઉપરના 63% અમેરિકનો ફુલ્લી વેકસીનેટેડ થયા છે. અમેરિકામાં કોરોનાના આટલા કહેર છતાં પણ હજુ લોકો વેકસીન લેવાનો ઈન્કાર કરે છે. કામકાજના સ્થળે વેકસીન લેવાનું ફરજીયાત બનાવાયા બાદ પણ આરોગ્ય શાખાના 125 કર્મચારીઓએ રાજય આરોગ્ય નેટવર્કની નોકરીમાંથી રાજીનામા આપી દીધા હતા તો અનેક બે અઠવાડીયાના પગાર વગરના સસ્પેન્સનની સજા આપવામાં આવી હતી તેમાં પણ હજુ વેકસીન લેવા તૈયાર નથી. લોકોને ડરાવવા માટે જેઓ કોવિડથી મૃત્યુ પામ્યા છે તેની તસ્વીર તથા હાલત સાથેના પ્રદર્શનનો પણ પ્રારંભ થયો છે. નેશનલ મોલમાં આ પ્રદર્શન શરુ થયુ છે. કેન્ટુકીમાં કોરોના કેસ વધતા સ્કુલો ફકત બંધ કરવામાં આવી છે. ટેકસાસ, જયોર્જીયા અને નોર્થ કેરોલીનામાં સૌથી વધુ મૃત્યુ થયા છે.

(5:20 pm IST)