Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સોશિયલ મીડિયા કંપની 2021માં ખાસ ટેક્નિકવાળા સ્માર્ટ ગ્લાસ લોંચ કરશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા કંપની Facebook 2021માં ખાસ ટેક્નિક વાળા Smart Glasses લોન્ચ કરશે. તેના માટે કંપનીએ Ray-Banના ગ્લાસ બનાવનાર કંપની EssilorLuxotticaની સાથે ભાગીદારી કરી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક ઓનલાઈન કોન્ફ્રેન્સ સમયે આ વાતની જાણકારી આપી છે. Facebook Reality Labs ના VP Hugo Barraએ પણ પાર્ટનરશિપને લઈને ટ્વીટ કર્યું છે.

    આ પહેલી વખત છે જ્યારે બન્ને બ્રાન્ડ સ્માર્ટ ગ્લાસ વિકસિત કરવા માટે એક સાથે કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે સ્માર્ટ ગ્લાસ ARની તરફથી એક પહેલું પગલું છે જે હવે પ્રાયોગિક અનુસંધાન પ્રોટોટાઈપ Project Ariaમાં શામેલ થઈ ગયું છે.

(5:50 pm IST)