Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ચીનના વૈજ્ઞાનિકોનો અનોખો દાવો:કોરોના અટકાવવામાં નહીં આવે તો દુનિયાની કુલ આબાદીના આશરે 4 અબજ લોકો બની શકે છે શિકાર

નવી દિલ્હી: ચીનના શ્વાસ સંબંધી બીમારીઓના જાણીતા વિશેષજ્ઞ ઝોંગ નાનશાને સચેત કર્યા છે કે, જો કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં ન આવે તો દુનિયાની કુલ આબાદીના 60થી 70 ટકા હિસ્સો (આશરે 4 અબજ લોકો) તેની ચપેટમાં આવી જશે. તેમાંથી 6.95 ટકા લોકોના કોરોના વાયરસ મહામારીને કારણે મોત થઈ જશે. નાનશાને કહ્યું કે, આ મહામારીને અટકાવવા માટે સમગ્ર દુનિયામાં વ્યાપક પ્રમાણમાં વેક્સીનેશન કરવું પડશે.

          શુક્રવારે એક ઓનલાઈન કાર્યક્રમને સંબોધિત કરતા ડૉક્ટર નાનશાને કહ્યું કે, હર્ડ ઈમ્યુનિટીને વ્યાપક સ્તર પર વેક્સીનેશન કરીને હાંસલ કરવું જોઈએ. જો આ કોરોના મહામારીને કાબૂમાં કરવા માટે પગલાં ન ઉઠાવવામાં આવ્યા તો દુનિયાની કુલ આબાદીનો આશરે 60થી 70 ટકા હિસ્સો તેની ચપેટમાં આવી જશે. તેમણે એવું પણ કહ્યું કે, કોરોના વાયરસ મહામારી આ શિયાળો અને આવનારી વસંત ઋતુ સુધી ચાલુ રહી શકે છે.

(5:48 pm IST)