Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

5 વર્ષના બાળકો પણ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા હોવાનો WHOએ રિપોર્ટ બહાર પાડયો

નવી દિલ્હી: WHO એ માનસિક સ્વાસ્થ્યને (Mental Health)લઇને એક ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડ્યો છે.અત્યાર સુધી તમે સાંભળ્યુ હશે કે, માત્ર મહિલાઓ અને પુરુષોમાં જ ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળ્યુ હતુ પણ આ અહેવાલમાં સામે આવ્યું છે કે, વિશ્વના 14 ટકા કિશોરો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડિત છે. મોટાભાગના બાળકોની માનસિક બિમારી તેમની શારીરિક વિકલાંગતાને આભારી છે. 5 વર્ષથી ઓછી ઉંમરના દર 50 બાળકોમાંથી એક બાળક અમુક વિકાસલક્ષી વિકલાંગતાને કારણે માનસિક બિમારીથી પીડાય છે. દેશોમાં 15% લોકો તેનો ભોગ બને છે. આ રોગ અને ગરીબ દેશોમાં 11.6 ટકા લોકો માનસિક બિમારીનો શિકાર બને છે.ઘણા કારણોસર બાળકોમાં ડિપ્રેશન વધવા લાગ્યું છે. 2019ના ડેટા અનુસાર, 301 મિલિયન લોકોને ANXIETY ડિસઓર્ડર છે, 200 મિલિયન લોકોને ડિપ્રેશન છે, જ્યારે 2020 માં કોવિડને કારણે આ કેસમાં વધારો થયો , કોરોનાની મહામારી બાદ, 246 મિલિયન લોકોને ડિપ્રેશન હતું અને ANXIETYથી પીડાતા લોકોની સંખ્યા પણ વધુ છે. 

(6:39 pm IST)