Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

છેલ્લા 33 વર્ષનું સૌથી લાબું ચાલનાર ચંદ્રગ્રહણ આ જગ્યા પર દેખાયું

નવી દિલ્હી: આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ કંઈક આ રીતે ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં દેખાયું. તેને સુપર ફ્લાવર બ્લડ મૂન પણ કહેવાય છે. 1989 પછી આ ચંદ્રગ્રહણ દેખાયું છે. તે ભારતમાં દેખાયું નથી, પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં આશરે 85 મિનિટ સુધી દેખાયું. જ્યારે ધરતી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને ત્રણેય એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર લાલ દેખાય છે. ત્રણ કલાક, 27 મિનિટ સુધી દેખાનારું આ દસકાનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ છે. પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકા.

(6:09 pm IST)