Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

કોરોનાના ચેપથી બચવા માટે બ્રિટનમાં એક પરિવારે કર્યો અનોખો પ્રયોગ

નવી દિલ્હી: બ્રિટનમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એક વીડિયો જોયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ પછી, મહિલાએ કોરોનાવાયરસ ચેપ ટાળવા માટે 4 દિવસ સુધી પેશાબનું સેવન કર્યું. એટલું જ નહીં, તેણે બાળકોને પણ પેશાબ પીવા આપ્યો. લંડન સ્થિત મહિલાએ કહ્યું કે તેણે વોટ્સએપ પર ફોરવર્ડ કરેલા સંદેશમાં જોયું કે યુરિન પીવાથી કોરોના ચેપ લાગવાનો કોઈ ખતરો નથી. આવી સ્થિતિમાં, તેણે તેનું પેશાબ પીવાનું નક્કી કર્યું. મહિલાને કોરોના રસી પર વિશ્વાસ નહોતો. મહિલાને લાગ્યું કે રસીને લીધે તેના પરિવારને જોખમ થઇ શકે છે.

              મહિલાએ જણાવ્યું કે તેણી રસીમાં વિશ્વાસ નથી કરતી, પરંતુ કોરોનાવાયરસની પરંપરાગત સારવારમાં વિશ્વાસ કરે છે. આવી સ્થિતિમાં, મહિલાએ પોતાનું પેશાબ પીધું હતું અને તેના બાળકોને ચાર દિવસ સુધી પેશાબનું સેવન કરાવ્યું હતું. પરંતુ આ પછી, તેને સમજાયું કે આ પદ્ધતિ કોરોના ચેપને ટાળવા માટે યોગ્ય નથી.

(5:08 pm IST)