Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જાપાનમાં એવી માછલી વેચાણી કે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: જાપાનના ગામમોરી શહેરમાં એક માછલીના કારણે પ્રશાસને હાઈ એલર્ટ જાહેર કરી દેવાની નોબત આવી છે લોકોને ચેતવવા માટે પ્રશાસને લાઉડસ્પીકરમાં  એનાઉન્સમેન્ટ કર્યું છે કે આ માછલીને ખાવાથી બચજો મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાપાનના એક સુપરમાર્કેટમાં કોઈક ભૂલના કારણે ફુગુ માછલીના પાંચ પેકેટ વેચી દેવામાં આવ્યા છે માછલીને વેંચતા પહેલા તેમના લીવર નથી કાઢવામાં આવ્યા અને તેમાં એકુ  ઝેરેલું તત્વ હોય છે જેના કારણે તાત્કાલિક ધોરણે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને લોકોને આ ફુગુ માછલીને ન ખાવાની સલાહ આપવામાં આવી છે.

(7:35 pm IST)