Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કબૂતરની કિંમત ૧૩ કરોડ

બેલ્જીયમમાં આયોજીત ઓનલાઇન ઓકશનમાં કિમ નામનું કબુતર રેકોર્ડબ્રેક ૧૩ કરોડમાં વહેંચાયો હતો. ચીની નાગરિકે આ કબૂતર ખરીદયો હતો. ગત વર્ષે અમાર્નડી નામના કબૂતર ૧૧ કરોડમાં વેચાયો હતો. ચીનમાં કબુતરોની રેસ ખૂબ જ પ્રસિધ્ધ છે. દર વર્ષે યોજાતી રેસમાં કરોડોના દાવ લગાવવામાં આવતા હોય છે. ઓનલાઇન ઓકશનમાં બે ચીની ખરીદારોઍ કિમને મોટી રકમ ચુકવી આ કબુતર ખરીદી લીધો હતો.

 

(1:18 pm IST)
  • પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે : પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૧૨ નવા કેસો સામે આવ્યા છે, સાથોસાથ ૪૩૭૬ લોકો સાજા પણ થયા છે, જયારે ૫૩ લોકોએ આજ સવાર સુધીમાં જીવ ગુમાવ્યા છે : જયારે દિલ્હીમાં ૩૭૯૭ નવા કેસો જોવા મળ્યા છે : સામે ૩૫૬૦ લોકો સાજા પણ થયા છે : આજે સવાર સુધીમાં દિલ્હીમાં ૯૯ લોકોના મૃત્યુ થયા છે access_time 1:02 pm IST

  • શેરબજારમાં આજે સવારે પ્રિ-ઓપન સેશનમાં સેન્સેકસ ૪૦૦ પોઈન્ટ ઉંચકાઈને ૪૪ હજારને પાર કરી ગયો છે : જયારે નીફટી ૧૨,૯૦૦ ઉપર પહોંચેલ છે access_time 12:09 pm IST

  • દિલ્હીમાં કીડવાઈ ભવન ખાતે આવેલ એમટીએનએલ બિલ્ડીંગના છઠ્ઠા માળે મોટી આગ ફાટી નીકળી છે : ફાયરબ્રિગેડની ૧૫ ગાડીઓ સ્થળ પર દોડી ગયેલ છે access_time 1:02 pm IST