Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પેરિસમાં પૈગંબર સાહેબનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું વાઢ્યું માથું

પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થઇ ગયું છે

પેરિસ,તા.૧૭ : ફ્રાંસમાં પૈગંબર મોહમંદનું કાર્ટૂન બાળકને બતાવતાં નારાજ એક વ્યકિતએ ટીચરને મોતનો ઘાટ ઉતારી દીધો. આ પહેલાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિઘ્ટાકનું ગળું કાપી નાખ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થ ગયું છે.

સ્થાનિક મીડિયાના અનુસાર રાજધાની પેરિસની એક સ્કૂલના ટીચર સૈમુઅલએ બાળકોને અભિવ્યકિતની આઝાદી વિશે ભણાવતાં પૈગંબર મોહમંદનું કાર્ટૂન બતાવ્યું હતું. જેથી હુમલાવર નારાજ હતો. તે ચાકૂ લઇને પહોંચ્યો અને અલ્લાહ હૂ અકબરના નારા લગાવતાં ટીચરનું ગળું કાપી દીધું. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ, પરંતુ હુમલાવરએ સરેન્ડર કરવાના બદલે પોલીસને ડરાવવાનો  પ્રયત્ન કર્યો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળીથી તેનું મોત નિપજયું છે.

પોલીસે હુમલાવરની ઓળખ ઉજાગર કરી નથી, પરંતુ એટલું જણાવ્યું છે કે તે ૧૮ વર્ષીય સંદિગ્ધ ઇસ્લામિક આતંકવાદી હતો અને મોસ્કોમાં પેદા થયો હતો. પોલીસનું મનાવું છે કે આરોપી બાળક પણ તે સ્કૂલમાં જ ભણતો હતો. આ ઘટના પેરિસથી ૨૫ મીલ દૂર કોનફ્લેંસ-સૈંટ-ઓનોરાઇનમાં સ્કૂલની નજીક શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ થઇ. પોલીસે એક કિશોર સહિત અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લીધી ચે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોન એ ઘટનાની નિંદા કરતાં તેને ઇસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે ઘટનાના થોડા કલાકો બાદ સ્કૂલની મુલાકાત લીધી અને શિઘ્ટાકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે એક ટીચરની ફકત એટલા માટે હત્યા કરવામાં આવી કારણ કે તેણે અભિવ્યકિતની આઝાદીની વાત કહી હતી, અમે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે આ હુમલાથી લોકોને વિભાજીત ન થવું જોઇએ. કારણ કે ચરમપંથી પણ એજ ઇચ્છે છે

(9:54 am IST)