Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અહીં પિતા બનાવે છે પુત્રી માટે લવ-હટ : મનપસંદ છોકરો ન મળે ત્યાં સુધી બાંધી શકે છે શારિરીક સંબંધ

આ રિવાજ કંબોડિયાની કેરૃંગ સમુદાયના લોકોમાં ફોલો કરવામાં આવે છે : તેના હેઠળ છોકરીઓના માસિક ધર્મ શરૂ થતાં જ એટલે કે ૧૩ થી ૧૫ વર્ષની ઉંમરમાં તેમના માટે અલગ ઝૂંપડીઓ બનાવવામાં આવે છે જેને લવ-હટ કહેવામાં આવે છે

નોમ પેન્હ,તા.૧૭: દુનિયાભરના અલગ-અલગ ભાગોમાં ઘણી એવી પરંપરાઓ અને રીતિ-રિવાજ મનાવવામાં આવે છે, જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હોય છે. એવો એક એક રિવાજ કંબોડિયા સાથે જોડાયેલો છે, જયાં પિતા પોતની પુત્રીઓ માટે તે કરે છે જેની તમે કલ્પના પણ કરી નહી હોય. આ રિવાજ મુજબ છોકરીઓ પોતાના પતિને પસંદ કરવા માટે અન્ય પુરૂષો સાથે સંબંધ બનાવવાની છૂટ હોય છે. આવો જાણીએ તેના વિશે.

આ રિવાજ કંબોડિયાની કેરૃંગ સમુદાયના લોકોમાં ફોલો કરવામાં આવે છે. તેના હેઠળ છોકરીઓના માસિક ધર્મ શરૂ થતાં જ એટલે કે ૧૩ થી ૧૫ વર્ષની ઉંમરમાં તેમના માટે અલગ ઝૂંપડીઓ બનાવવામાં આવે છે જેને લવ-હટ કહેવામાં આવે છે. ત્યારબાદ પરિવારવાળા છોકરીને પોતાનો પતિ પસંદ કરવા માટે છોકરાઓ સાથે સંબંધ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે જયાં સુધી છોકરીને પોતાની પસંદનો લાઇફ પાર્ટનર મળતો નથી ત્યાં સુધી તેને અન્ય લોકો સાથે સંબંધ બનાવવાની છૂટ હોય છે.

ખાસ વાત એ છે કે આ સમુદાયની છોકરીઓને અન્ય પુરૂષો સાથે સંબંધ બનાવવામાં કોઇ અસહજતા અનુભવાતી નથી. અહીં છોકરીઓએ આ પરંપરાને લઇને ખૂબ કોન્ફિડેન્ટ રહે છે અને જાણે છે કે તેમને પોતાના પાર્ટનરમાં શું જોઇએ. પરંતુ તેમનું માનવું હતું કે ઇન લવ હટ્સના લીધે તેમને પોતાનો યોગ્ય પાર્ટનર સિલેકટ કરવાની તક મળે છે. તેનો ઉલ્લેખ બુકલેટિયા ડોટ કોમ અને અન્ય રિપોર્ટસમાં પણ મળે છે, જે આ સમુદાય પર લખવામાં આવી છે.

જે લોકો સાથે છોકરીઓ સંબંધ બનાવે છે, જો તેમાંથી કોઇ તેમને હમસફરના રૂપમાં પસંદ આવે છે કે તો બાકી લોકો તેનાથી દુખી અથવા ઇર્ષ્યા અનુભવતા નથી. ના કોઇપણ પ્રકરનો દ્વેષભાવ જોવા મળતો નથી. પરંતુ ખુશી ખુશી બંનેના લગ્ન કરાવી દેવામાં આવે છે અને તે હંમેશા માટે પવિત્ર બંધનમાં બંધાઇ જાય છે.

(9:56 am IST)