Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઈંગ્લેન્ડમાં સતત બીજા દિવસે પણ પૂરની પરિસ્થિતિને લઈને સરકારે યેલો એલર્ટ જાહેર કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ વણસી ગઈ છેભારે વરસાદને કારણે રોડથી લઈને ઘરોમાં પાણી ભરાઈ ગયા છેદક્ષિણ-પૂર્વના 19 વિસ્તારો માટે પૂરની ચેતવણીઓ જારી કરીહવામાન વિભાગે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહારને અસર થવાની સાથે વીજળીની સમસ્યા સર્જાવાની આશંકા વિભાગે વ્યક્ત કરી છે.હવામાન વિભાગે બુધવારે પણ જોરદાર આંધી, ગાજવીજ અને વરસાદની ચેતવણી આપી છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં સ્થિતિ વધુ ખરાબ હોવાનું કહેવાય છે. અહીં પૂરના કારણે અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રસ્તાઓ બંધ થઇ શકે છે. તેમજ પૂરના પાણીના જોરદાર પ્રવાહને કારણે જાન-માલને ખતરો છે. પર્યાવરણ એજન્સીએ મિડલેન્ડ અને ઇંગ્લેન્ડના દક્ષિણ-પૂર્વના 19 વિસ્તારો માટે પૂરની ચેતવણીઓ જારી કરી છે. ભારે વરસાદ બાદ પૂરથી પ્રભાવિત બ્રિટનના વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમાં દક્ષિણ ઈંગ્લેન્ડ અને વેલ્સના શહેરોમાં મુશળધાર વરસાદ અને પૂરના પાણીનો સમાવેશ થાય છે. વરસાદ અને પૂરને કારણે કોર્નવોલમાં ન્યુક્વે, ડેવોનમાં બિશપ ટાઉટન, વેસ્ટ સસેક્સમાં હેવર્ડ હીથ, દક્ષિણ-પશ્ચિમ વેલ્સમાં પોર્ટ ટેલ્બોટ અને ડોર્સેટના બ્રિજપોર્ટને પણ અસર થઈ હતી. સ્કોટલેન્ડમાં ભારે વરસાદ બાદ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.

(5:46 pm IST)