Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લુટેરી દુલ્‍હનઃ ફિયાન્‍સની બેગ અને ૪.૮ લાખ કેશ રૂપિયા સાથે ઍરપોર્ટ પરથી ફરાર

લંડન, તા.૧૭: હીથ્રો ઍરપોર્ટ પર પોતાની મંગેતર ૫૦૦૦ પાઉન્‍ડ (૪.૮ લાખ રૂપિયા) કૅશ અને દાગીના લઈને પલાયન થઈ જતાં ભાવિ વરરાજા આઘાતમાં સરી પડ્‍યા હતા.
પ્રાપ્ત અહેવાલ મુજબ ચાળીશી વટાવી ચૂકેલું આ યુગલ હાલમાં મળ્‍યું હતું અને તેમની સગાઈ થયાના બીજા જ દિવસે તેઓ લગ્નની ગાંઠે બંધાવા ફ્‌લાઇટમાં રોમ જઈ રહ્યાં હતાં, પરંતુ ઇટલી જતી ફ્‌લાઇટ માટે તેઓ હીથ્રો ઍરપોર્ટ પહોંચ્‍યા બાદ ભાવિ વરરાજા ટૉઇલેટ ગયો એનો લાભ ઉઠાવીને મંગેતર કૅશ રૂપિયા અને ઘરેણાં લઈને પલાયન થઈ ગઈ હતી.
ભાવિ વરરાજાએ તત્‍કાળ પોલીસ-ફરિયાદ કરી હતી અન્‍ય ચીજો સાથે ભાવિ નવવધૂને ભેટ આપવામાં આવેલા ૫૦૦૦ પાઉન્‍ડ પણ ગુમ થયેલી ચીજોમાં સામેલ કરાવ્‍યા હતા.  મેટ્રોપૉલિટન પોલીસે જણાવ્‍યું હતું કે આ ઘટના હીથ્રો ઍરપોર્ટના ટર્મિનલ નંબર-પાંચ પર બની હતી. જોકે પોલીસ હજી એ નિશ્‍ચિત નથી કરી શકી કે આ મહિલા તેના ભાવિ પતિનો સામાન લઈને ઍરપોર્ટની બહાર જતી રહી છે કે ફ્‌લાઇટમાં બેસી ગઈ છે.

 

(10:52 am IST)