Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનમાં વહેલી સવાર 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૮૩ કિમી દક્ષિણપૂર્વમાં હતું. આજે સવારે ૬:૦૮ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૪.માપવામાં આવી છે.

જોકે, ભૂકપં દરમિયાન જાનમાલની નુકસાની અંગે કોઈ માહિતી નથી. સ્થાનિક એજન્સીઓ અંગે માહિતી એકઠી કરી રહી છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ગભરાટનું વાતાવરણ વધ્યું હતું

(6:26 pm IST)