Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

તાલિબાનની ધમકીઓથી ડર્યા બગર આ અફઘાની મહિલા પાયલોટે ઉડાવ્યું એરક્રાફ્ટ

નવી દિલ્હી: એક તરફ તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે તો બીજી તરફ ત્યાંની મહિલાઓ પર અત્યાચારની ખબરો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તાલિબાની લડાકુઓ અફઘાની મહિલાઓને બંધક બનાવીને તેમની સાથે જબરદસ્તી લગ્ન કરી રહ્યા છે. તાલિબાનીઓને મહિલા વિરોધી માનવામાં આવે છે અને અફઘાનિસ્તાનની મહિલાઓ માટે તાલિબાની રાજને એક મોટું સંકટ માનવામાં આવી રહ્યુ છે.

બધા વચ્ચે અમે તમને અફઘાનિસ્તાનની મહિલા વિશે જણાવવા જઇ રહ્યા છે, જે ત્યાંની પહેલી મહિલા પાયલોટ બની હતી. હાલમાં તે અમેરીકામાં છે અને એક ઇન્ટર્વ્યૂ દરમિયાન તેણે પોતાના દેશને લઇને ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાન દેશ છે કે જ્યાં તાલિબાન શાસનના કારણે મહિલાઓની સ્થિતીને લઇને આંતરરાષ્ટ્રીય સમુદાયો ચિંતા વ્યક્ત કરી ચુક્યુ છે. પાછલા 2 દશકોમાં અહીં કેટલીક એવી હસ્તીઓ સામે આવી છે કે જેમણે પોત પોતાની રીતે દેશના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. કેટલાક નામોમાં એક નામ છે નિલોફર રહેમાન (Niloofar Rahmani) જેમણે એરફોર્સનો યુનિફોર્મ પહેરીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. નિલોફરે તાલિબાનીઓની ધમકીઓથી ડર્યા વિના પોતાના લક્ષ્યને મેળવ્યુ જે દરેક અફઘાની છોકરીનું સપનું છે. 29 વર્ષની ઉંમરે નિલોફર અફઘાનિસ્તાન એરફોર્સના ઇતિહાસમાં પહેલી મહિલા ફિક્સ્ડ વિંગ પાયલટ હતી. વર્ષ 1992 માં અફઘાનિસ્તાનમાં જન્મેલી નિલોફરનું નાનપણથી પાયલટ બનવાનું સપનુ હતુ. વર્ષ 2011 માં જ્યારે નિલોફર અફઘાન એરફોર્સ એકેડેમીથી સેકન્ડ લેફ્ટિનેટ બનીને નીકળી તો તેમને અને તેમના પરિવારને તાલિબાનીઓ તરફથી ધમકી મળી હતી. ધમકીઓ મળવા છતાં તેમણે અને તેમના પરિવારે હાર નહી માની અને નિલોફર પોતાની ડ્યૂટી કરતી રહી. જે સમયે તેમનો જન્મ થયો તે સમયે અફઘાનિસ્તાનમાં સોવિયેત વોર ચાલી રહી હતી

(6:22 pm IST)