Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

માત્ર એક કેસ આવતા ન્યુઝીલેન્ડમાં લગાવવામાં આવ્યું લોકડાઉન

નવી દિલ્હી: ન્યૂઝીલૅન્ડમાં મહિનામાં કોવિડનો પ્રથમ કેસ આવતા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી દેવાઈ છે. ઑકલૅન્ડમાં એક પુરુષનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઑકલૅન્ડમાં એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરાયું છે અને આખા દેશમાં ત્રણ દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે. અધિકારીઓનું કહેવું છે કે લોકો એવું માની રહ્યા છે કે ડેલ્ટા વૅરિયન્ટનો કેસ છે.

વ્યક્તિએ ન્યૂઝીલૅન્ડના તટીય શહેર કોરોમંડલની લીધી હતી, ત્યાં પણ સાત દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ન્યૂઝીલૅન્ડની 20 ટકા વસતીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડેને કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં સ્તર ચારના સૌથી કડક નિયમો લાગુ કરવાની જરૂર છે, જેમાં શાળાઓ, ઑફિસો અને વેપારી સંસ્થાનો બંધ કરની જરૂર છે, માત્ર જરૂરી ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું, "હું ભરોસો અપાવવા માગું છું કે અમે પ્રકારની સંભાવના માટે તૈયારી રાખી હતી. વહેલાં અને કડક પગલાં લેવાથી પહેલાં પણ સારું પરિણામ મળ્યું હતું." 58 વર્ષીય પુરુષ કથિત રીતે ગત ગુરુવારથી સંક્રમિત હોવાનું જણાવાયું હતું. એવી 23 સંભવિત જગ્યાઓ છે જ્યાંથી સંક્રમણ ફેલાયું હોય.

(6:14 pm IST)