Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

યુક્રેનના મારિયૂપોલ શહેરમાં 82 દિવસથી ચાલી રહેલ યુદ્ધ યુક્રેને માની હાર

નવી દિલ્હી: યુક્રેનના મારિયુપોલ શહેરમાં રશિયા સાથે છેલ્લા 82 દિવસથી ચાલી રહેલા યુદ્ધ બાદ અંતે યૂક્રેને હાર માની લીધી છે. યુક્રેને મારિયુપોલમાં પોતાના યુદ્ધ મિશનને બંધ કરવાનું એલાન પણ કર્યું છે સાથે સાથે શહેરની બહાર બનેલી સ્ટીલ ફેક્ટરીમાં પાછલા અનેક દિવસોથી રશિયન સેનાને જવાબ આપી રહેલા સૈનિકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. સૌથી પહેલાં 260 સૈનિકોને બહાર કાઢવામાં આવ્યા છે જે ખરાબ રીતે ઘાયલ હતા પરંતુ રશિયાના હુમલાને કારણે તેને બહાર કાઢી શકાયા નહોતા. રણનીતિક રીતે અત્યંત મહત્ત્વનું એવું મારિયુપોલ ઉપર હવે સંપૂર્ણ રીતે રશિયન સેનાનું નિયંત્રણ છે જે પુતિન માટે યુક્રેન જંગમાં સૌથી મોટી જીત સમાન છે. યુક્રેનની સેનાના જનરલ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે મારિયુપોલની રક્ષા માટે તૈનાત સેનાએ પોતાના યુદ્ધ મિશનને પૂરું કર્યું છે. સુપ્રીમ મિલિટ્રી કમાન્ડે અજોવસ્તલ સ્ટીલ ફેક્ટરીમાં ઉપસ્થિત કમાન્ડરોને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના સૈનિકોના જીવ બચાવે. યુક્રેનની સેનાએ કહ્યું કે મારિયુપોલના રક્ષક આપણા માટે હિરો છે અને તેમને ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. તેમાં ખાસ કરીને અજોવ યુનિટ સામેલ છે. યુક્રેનના ઉપરક્ષા મંત્રી હન્ના માલિયરે સોમવારે રાત્રે કહ્યું કે 53 ખરાબ રીતે ઘાયલ થયેલા સૈનિકોને રશિયાના નિયંત્રણવાળા નોવોઅજોવસ્તક તાલુકા અને 200 અન્ય લોકોને ઓલેનિક્કાથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે આ સ્ટીલ ફેક્ટરીમાં અત્યારે કેટલા સૈનિકો રહેલા છે પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું કે અમે અમારા સૈનિકોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ.

(6:05 pm IST)