Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ સ્વસ્થ :આરોગ્યની તપાસ કરાવાઈ

પદનો કાર્યભાર સંભાળવા તેઓ માનસિકરીતે સંપૂર્ણ સ્વસ્થ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આરોગ્યની તપાસ કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાહેર થયું છે ડૉક્ટર મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનું આરોગ્ય ઘણુ સારુ છે અને તેઓ  રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળવા માટે માનસિકરીતે સ્વસ્થ છે.

    જેક્સને ટ્રમ્પના કહેવા પર વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ કર હતી જે એક કલાક સુધી ચાલી હતી ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્યને લઈને તેમના વિરોધીઓ અને કેટલાક ચિકિત્સકો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વચ્ચે જેક્શને કહ્યું કે ટ્રમ્પે તેમને આ સંબંધિત એક તપાસ કરવાનું કહ્યું હતુ જ્યારે કાયદા પ્રમાણે આની જરૂર નથી.

    તેમણે કહ્યુ મૉન્ટ્રિયલ કોગનિટિવ અસેસમેન્ટનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તપાસમાં તેમને 30માંથી 30 મળ્યા છે. ડૉ. જેક્સને કહ્યું દરરોજના અનુભવના આધારે મારુ માનવુ છે કે રાષ્ટ્રપતિની બુદ્ધિ તીક્ષ્ણ છે. મારી સાથે વાત કરતી વખતે તેઓ એકદમ સ્પષ્ટરીતે બોલે છે અને મે તેમને એકની એક વાતને વારંવાર કહેતા પણ ક્યારેય જોયા નથી.

(6:37 pm IST)