Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઇન્ડોનેશિયામાં સ્ટોક એક્સચેન્જની છત ધરાશાયી થતા 70 લોકો ઘાયલ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના સ્ટોક એક્સચેન્જની છત ધરાશાયી થતા 70થી પણ વધુ લોકો ઘાયલ થયા છે મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કાલ જે રીતે સ્ટોક એક્સચેંજની છત ધરાશાયી થઇ તે સમયે ત્યાં વિશ્વવિદ્યાલયના ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને જેમાં 70થી પણ વધુ લોકોને ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હજુ સુધી કોઈના મૃત્યુના સમાચાર નથી આવ્યા અને શેયર બજારના અધિકરીઓએ જણાવ્યું છે કે સ્ટોક એક્સચેંજનો પરિસરનો ભાગ એકદમ વ્યવસ્થિત છે અને ત્યાં કામકાજ પણ થઇ શકે તેમ છે.

(7:52 pm IST)