Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સાઉદી અરબમાં મક્કા-મદીનાની બે મસ્જિદ ખુલશે તેવી માહિતી

નવી દિલ્હી: સાઉદી અરબે મક્કા અને મદીનામાં સ્થિત બે મસ્જિદને રવિવાર સુધી સમગ્ર રીતે ખોલવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ હટાવવાનો નિર્ણય કર્યો છે. સાઉદી પ્રેસ એજન્સી અનુસાર આ મસ્જિદમાં હવે તેમની સમગ્ર ક્ષમતા અનુસાર લોકો આવી શકશે. વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને જ મસ્જિદમાં પ્રવેશની અનુમતિ હશે. સાથે જ તેમને માસ્ક લગાવવુ અને ઉમરાહ ટ્રેકિંગ એપ ઉપયોગ કરવો જરૂરી છે. કોરોના વાયરસ સંક્રમણના જોખમને જોતા સાઉદી અરબમાં ધાર્મિક સ્થળ પર પ્રવેશને લઈને કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. હવે આ નિયમોમાં ઢીલ આપવામાં આવશે. સાઉદી અરબના ગૃહ મંત્રાલયે શુક્રવારે જણાવ્યુ કે રવિવારથી કોવિડ-19 સાથે જોડાયેલા બીજા પ્રતિબંધમાં પણ ઢીલ આપવામાં આવશે. વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને સભાઓમાં જવાની અનુમતિ આપવામાં આવશે અને માસ્ક લગાવવાને લઈને કેટલીક ઢીલ આપવામાં આવશે. મંત્રાલય અનુસાર સમગ્ર રીતે વેક્સિનેટ થઈ ચૂકેલા લોકો માટે સાર્વજનિક સ્થળો પર માસ્ક લગાવવો અનિવાર્ય હશે નહીં. જોકે બંધ સ્થળ અને તવાકાલના ટ્રેસિંગ એપની નજર હેઠળ આવનારા સ્થળ પર માસ્ક લગાવવુ જરૂરી હશે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમ પણ હટાવવામાં આવશે અને તવાકાલના ટ્રેસિંગ એપની નજરમાં આવનારા સાર્વજનિક સ્થળ, વાહનો, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ અને અન્ય સભાઓને પૂરી ક્ષમતાની સાથે ચાલવાની અનુમતિ આપવામાં આવશે. જોકે, આ અનુમતિ સમગ્ર રીતે વેક્સિનેટ થઈ ચૂકેલા લોકો માટે જ હશે. સાઉદી અરબમાં હજુ સુધી લગભગ 67 ટકા લોકોને વેક્સિન લગાવાઈ ચૂકી છે.

(6:23 pm IST)