Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

યુવતીઓના હિકશન પર તાલિબાન જોર આપી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: તાલિબાન રાજમાં મહિલાઓ અને યુવતીઓને પોતાની સુરક્ષા અને અધિકારીઓની સૌથી વધારે ચિંતા થવા લાગી છે. તાલિબાન હંમેશાથી યુવતીઓ અને મહિલાઓની શિક્ષણનો વિરોધ કરતા રહ્યા છે પરંતુ આ સૌની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ રાહતના સમાચાર આપ્યા છે. અધિકારીઓનુ કહેવુ છે કે તાલિબાન જલ્દી જ યુવતીઓના શિક્ષણને વધારવા માટે કેટલાક પ્રાંતમાં માધ્યમિક વિદ્યાલય ખોલવાની જાહેરાત કરવાના છે. ગયા અઠવાડિયે કાબુલનો પ્રવાસ કરનારા યુનિસેફના નાયબ કાર્યકારી ડાયરેક્ટર ઉમર આબ્દીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સંવાદદાતાઓને કહ્યુ કે તાલિબાનના શિક્ષણ મંત્રીએ તેમને જણાવ્યુ કે તેઓ તમામ યુવતીઓને છઠ્ઠા ધોરણથી આગળ પોતાની સ્કુલનું શિક્ષણ જારી રાખવાની અનુમતિ આપવા માટે એક રૂપરેખા પર કામ કરી રહ્યુ છે, જેને એક અને બે મહિનાની વચ્ચે પ્રકાશિત કરવામાં આવશે. તેમણે આગળ કહ્યુ કે અફઘાનિસ્તાનના 34 પ્રાંતમાંથી પાંચ-ઉત્તર પશ્ચિમમાં બલ્ખ, જવજ્જન અને સુમેળ, ઉત્તર પૂર્વમાં કુંદુજ અને દક્ષિણ પશ્ચિમમાં ઉરોજગાન પહેલેથી જ યુવતીઓને અનુમતિ આપી રહ્યા છે. આબ્દીએ કહ્યુ કે જેવુ કે આજ હુ આપને વાત કરી રહ્યો છુ, માધ્યમિક વિદ્યાલયની ઉંમરની લાખો યુવતીઓ સતત 27મા દિવસે શિક્ષણથી વંચિત છે. હવે વધુ રાહ જોવી યોગ્ય નથી.

 

(6:22 pm IST)