Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

યુરોપમાં કોરોના થયો ગાંડોતૂર:નવ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો

નવી દિલ્હી: હતું કે સમગ્ર યુરોપમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેના કારણે આકરાં પગલાં લેવાનું અત્યંત જરૂરી બની ગયું છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાની યુરોપ ઓફિસના વડા ડો. હાન્સ કલુજે જણાવ્યું હતું. કોરોનાનો ચેપ મોટાભાગે જે ઘરો, ઇન્ડોર જગ્યાઓ અને કોમ્યુનિટીઝમાં રક્ષણાત્મક પગલાં લેવાતાં નથી ત્યાં વધારે પ્રસરે છે. ચેપને નાથવા માટે તેમણે દેશોને કડક પગલાં ભરવાની અપીલ કરી હતી.

 

             કલુજે એક એપિડેમિઓલોજિકલ મોડેલ દર્શાવી જણાવ્યું હતું કે જો 95 ટકા લોકો માસ્ક પહેરે અને અન્ય સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાળે તો યુરોપ ફેબુ્રઆરી સુધીમાં 2,81,000 મોત ટાળી શકશે, પણ જો આ નિયમો હલવા કરવામાં આવશે તો જાન્યુઆરી સુધીમાં મોતનો આંકડો પાંચ ગણો વધી શકે છે. હાલ યુરોપમાં કોરોના મહામારી જે રીતે પ્રગટ થઈ રહી છે તે ચિંતાપ્રેરક છે.

(6:05 pm IST)