Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

૮૮ વર્ષના દાદાએ પૃથ્વીના પરિઘ જેટલું એટલે કે ૪૦,૦૭૫ કિલોમીટરનું વોકિંગ કર્યુ

ન્યુયોર્ક, તા.૧૬: વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઇઝ એવું કંઈ અમથું જ નથી કહેવાયું. પાછલી વયે જયારે શરીર અન્ય કોઈ ભારે કસરત કરી શકે એમ ન હોય ત્યારે પણ ડોકટરો ચાલવાની સલાહ આપે છે. મેસેચુસેટ્સમાં રહેતા બ્રેડ હેથવે નામના ભાઈએ આ વાતના જરાક સિરિયસલી લઈ લીધી હતી. જયારે તેઓ વનપ્રવેશ એટલે કે જીવનના પચાસના દાયકામાં પ્રવેશ્યા ત્યારે જ હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીઝને કારણે ડોકટરોએ તેમને ચેતવણી આપી હતી કે સાજા રહેવું હોય તો બહેતર છે કે તમે નિયમિત ચાલો. ત્યારથી તેમણે રોજ પાંચથી છ કિલોમીટર ચાલવાનું શરૂ કરી દીધું. ૧૯૮૮ના ડિસેમ્બર મહિનામાં બ્રેડે ચાલવાનું શરૂ કરેલું. વરસાદ હોય કે સૂરજનો ધોમધખતો તાપ, તેમણે નિયમિત ઓછામાં ઓછું પાંચ કિલોમીટર ચાલવાના નિયમને જાળવ્યો. કયારેક તો તેઓ દસથી પંદર કિલોમીટર પણ ચાલી નાખતા હતા. ઉંમર વધતી ગઈ એમ તેમના માટે ચાલવાનું અઘરું થવા લાગ્યું. એંસી વર્ષની ઉંમર પાર કર્યા પછી તો હાથમાં લાકડી વિના ચલાતું નથી. એમ છતાં તેમણે ડેઇલી વોક છોડયું નથી. અત્યાર સુધીના વર્ષોમાં તેમણે રોજ કેલેન્ડરમાં પોતે કેટલું ચાલ્યા એનો હિસાબ લખી રાખ્યો છે.

ચાલતા-ચાલતા તેઓ રસ્તામાંથી નકામી ચીજો અને કચરો પણ ઉઠાવતા અને એ ચીજો વેચીને એમાંથી લગભગ સાત હજાર ડોલર એટલે કે લગભગ ૫.૧૫ લાખ રૂપિયા પણ એકઠા કર્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૪૦,૦૦૦ કિલોમીટરથી વધુ વોકિંગ કરી લીધું છે જે લગભગ પૃથ્વીના પરિઘના ભ્રમણ સમાન છે.

(10:21 am IST)
  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST

  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST