Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વિશ્વનું અનોખુ દુલ્હન માર્કેટ

દર વર્ષે ભરાતાં આ માર્કેટમાં યુવાન છોકરીઓનું વેચાણ કરવામાં આવે છે

લંડન,તા. ૧૬: અનેક દેશોમાં વિવિધ પરંપરા હોય છે. લગ્ન પસંદગી માટે ભારતમાં જયાં યુવક-યુવતી મિલન સમારંભ યોજાય છે. તો બીજી તરફ, યુરોપના બલ્ગેરિયામાં અનોખી પરંપરા છે. છોકરીઓના વેચાણનું માર્કેટ વર્ષમાં ૪ વાર ભરાય છે. અહીં, છોકરીઓને વેચવામાં આવે છે. છોકરીઓને લગ્ન માટેની કોમન ઉંમર પહેલા જ લગ્ન કરવા માટે વેચી દેવામાં આવે છે.

આ આશ્ચર્યજનક વ્યવસ્થામાં આ દેશની છોકરીઓને ફકત ૧૪ વર્ષ સુધી જ ભણવાની છૂટ આપવામાં આવી છે. ૧૪ વર્ષ પછી તેમને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવે છે અને ત્યારબાદ, તેમનું આ દુલ્હન માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. આ બાદ, આ સગીર યુવતીઓ માર્કેટમાં જતા પહેલા પોતાના દેખાવ અને પહેરવેશની તૈયારી કરે છે અને માર્કેટમાં પહોંચે છે.

આ માર્કેટમાં આવતી છોકરીઓ માટે ૨ શરતો પણ મૂકવામાં હે આવી છે. તેમાં પહેલી શરત છે કે, છોકરીને દ્યરનું બધું કામ આવડતું હોવું જરૂરી છે અને આ સાથે બીજી શરત છે કે, તે કુંવારી હોવી જોઈએ. આ વિચિત્ર પરંપરામાં આ સગીર યુવતીઓ પણ ખુશી ખુશી ભાગ લે છે અને સજી ધજીને આ માર્કેટમાં ઊભી રહે છે.

આ માર્કેટમાં આ છોકરીઓ પર બોલી લગાવવામાં આવે છે અને તેઓ ઼ ૩૦૦ થી ઼ ૪૦૦ ડોલરમાં વેચાય છે. આ છોકરીઓ સાથે તેમના માતા પિતા પણ પહોંચે છે અને બિન્દાસ પોતાની છોકરીનું વેચાણ થતું જોઈ ખુશ થાય છે.  વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં આ દેશમાં જૂની રૂઢિચુસ્ત પરિસ્થિતિ અને એજયુકેશનની કમી બહાર આવે છે. અહીં ફકત દેશના જ નાગરિકો સગીર દુલ્હનની ખરીદી કરી શકાય છે.

(11:36 am IST)