Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભારતીયોના લગ્ન પહેલા અને બહારના સેક્‍સ અંગે ચોંકાવનારો સરકારી અહેવાલ

સર્વેમાં સરેરાશ ૭.૪ ટકા પુરૂષો અને ૧.૫ ટકા મહિલાઓએ સ્‍વીકાર્યું કે તેઓ લગ્ન પહેલા સેક્‍સ કરે છે

નવી દિલ્‍હી, તા.૧૬: નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેનો લેટેસ્‍ટ રિપોર્ટ આ દિવસોમાં સમાચારોમાં છે. આ સર્વેમાં ભારતીયોને લગ્ન, સેક્‍સ અને સેક્‍સ્‍યુઅલ પાર્ટનર સંબંધિત ઘણા પ્રશ્રો પૂછવામાં આવ્‍યા હતા. રિપોર્ટમાં લગ્નની ઉંમર અને પહેલીવાર સેક્‍સ કરવાની ઉંમર સંપૂર્ણપણે અલગ હોવાનું જાણવા મળ્‍યું હતું. સર્વેમાં એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે શું ભારતીયો લગ્ન પહેલા સેક્‍સ નથી કરતા? ડેટા દર્શાવે છે કે લગ્ન પહેલા તેઓ શારીરિક સંબંધો ધરાવે છે પરંતુ તમામ સમુદાયોમાં અલગ પેટર્ન છે.
કેટલા ભારતીયો લગ્ન પહેલાં સેક્‍સ કરે છે - લગ્ન પહેલાં સેક્‍સ અને પુરુષોનો ગુણોત્તરસ્ત્રીઓ કરતાં વિપરીત છે, પછી ભલે તેઓ કોઈ પણ સમુદાયની હોય. સર્વેમાં સરેરાશ ૭.૪ ટકા પુરૂષો અને ૧.૫ ટકા મહિલાઓએ સ્‍વીકાર્યું કે તેઓ લગ્ન પહેલા સેક્‍સ કરે છે.
સર્વેમાં લગભગ ૧૨% શીખ પુરુષોએ કહ્યું કે તેઓ લગ્ન પહેલા સેક્‍સ કરે છે. આ આંકડો તમામ ધાર્મિક સમુદાયોમાં સૌથી વધુ છે. તે જ સમયે, શીખ મહિલાઓમાં આ આંકડો માત્ર ૦.૫% હતો, જે સૌથી ઓછો હતો. આ આંકડો હિંદુ પુરુષોમાં ૭.૯ ટકા, મુસ્‍લિમ પુરુષોમાં ૫.૪ ટકા, ખ્રિસ્‍તી પુરુષોમાં ૫.૯ ટકા હતો. મહિલાઓમાં ૧.૫ ટકા હિંદુઓ, ૧.૪ ટકા મુસ્‍લિમો અને ૧.૫ ટકા ખ્રિસ્‍તીઓએ સ્‍વીકાર્યું કે તેઓ લગ્ન પહેલા સેક્‍સ કરે છે.
આ બાબત સાથે આર્થિક સ્‍થિતિ પણ જોડાયેલી હતી. દાખલા તરીકે, અમીર પુરૂષો અને ગરીબસ્ત્રીઓ લગ્ન પહેલાં સેક્‍સ કરવાની સૌથી વધુ શકયતા હોવાનું જણાયું હતું.
લગ્નની બહાર અન્‍ય વ્‍યક્‍તિ સાથે શારીરિક સંબંધ બાંધવા પ્રત્‍યેસ્ત્રી અને પુરૂષ બંનેનું વલણ સમાન હોવાનું જણાયું હતું. જોકે, મહિલાઓ ભાગ્‍યે જ ખુલ્લેઆમ તેનો સ્‍વીકાર કરે છે. હાલમાં,સ્ત્રીઓની સરેરાશ જાતીય ભાગીદાર ૧.૭ ટકા છે જ્‍યારે પુરુષોની ૨.૧ છે. ૨૦૦૬માં હાથ ધરાયેલા NFHSના ત્રીજા સર્વેની વાત કરીએ તો, તેસ્ત્રીઓમાં ૧.૦૨ અને પુરુષોમાં ૧.૪૯ હતી.
પત્‍નીને સેક્‍સનો ઇનકાર કરવાનો અધિકાર છે કે કેમ- વિવાહિત જીવનમાં સેક્‍સ એ પુરૂષ પ્રભુત્‍વ ધરાવતા સમાજ સાથે સંબંધિત છે. સર્વેમાં ૮૭ ટકા મહિલાઓ અને ૮૩ ટકા પુરૂષોએ કહ્યું કે પત્‍નીઓ માટે સેક્‍સનો ઇનકાર કરવો યોગ્‍ય છે. જો કે, આ ટકાવારી રાજ્‍યો વચ્‍ચે બદલાય છે. મેઘાલય તેના માતળસત્તાક સમાજ માટે પ્રખ્‍યાત છે, છતાં અહીં માત્ર ૫૦% પુરુષોએ કહ્યું કે પત્‍નીઓ સેક્‍સનો ઇનકાર કરી શકે છે. ઘણા રાજ્‍યોની મહિલાઓનો પણ આ અભિપ્રાય છે. ઉદાહરણ તરીકે, અરુણાચલ -દેશમાં લગભગ ૩૦% મહિલાઓએ કહ્યું કે જ્‍યારે કોઈ મહિલાનો પતિ સેક્‍સ કરવા માંગે ત્‍યારે તેને ના પાડવી યોગ્‍ય નથી

 

(3:32 pm IST)