Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના મહામારીના કારણોસર દુનિયા આખીની અર્થવ્યવસ્થા ભાંગી પડી ત્યારે ચીનનો જીડીપી 18.3ટકાએ પહોંચાડતા સહુ કોઈને આષ્ચર્ય

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે, તો ચીને માર્ચના પહેલા ક્વાર્ટરમાં રેકોર્ડ 18.3 ટકાનો રેકોર્ડ GDP ગ્રોથ હાંસલ કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે નિકાસ અને ઘરેલૂ બજારમાં સારી માગ અને સરકાર દ્વારા સતત નાના વેપારીઓને સહયોગના કારણે રેકોર્ડ વધારો થયો છે. જોકે, વધારો બેસ ઈફેક્ટનું પરિણામ પણ લાગે છે, કારણ કે ચીને અન્ય દેશો પહેલા અમુક શહેરોમાં લોકડાઉન જેવા ઉપાયો કર્યા હતા અને તે કોરોનાનો સામનો કરવામાં સૌથી આગળ રહ્યો છે.ચીનમાં તેના કારણે જાન્યુઆરીથી માર્ચ 2020ના ક્વાર્ટરમાં GDP માં 6.8 ટકાનો ભારે ઘટાડો આવ્યો હતો.

         ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે ગયા વર્ષે ચીનની ઈકોનોમીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો, એટલું નહીં ભારત સહિત દુનિયાના ઘણાં દેશોની અર્થવ્યવસ્થાઓમાં મંદીનો સિલસિલો ચાલી રહ્યો હતોભારતે ગયા વર્ષે જૂનમાં 23.9 ટકાનો રેકોર્ડ GDP ઘટાડો જોયો હતો. ભારતીય ઈકોનોમીમાં સુધારો તો થયો છે પણ ડિસેમ્બર 2020ના ક્વાર્ટરમાં ભારતની GDP માત્ર 0.4 ટકા વધી છે. પ્રમાણે ચીનનો વધારો ચોંકાવનારો છે.

(6:42 pm IST)