Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સાઉદી અરબમાં 35 વર્ષ પછી ફિલ્મ દેખાડવામાં આવી

નવી દિલ્હી:સાઉદી અરબના પ્રિંસ યુવરાજ મુહમ્મ્દ બિન સલમાનના સુધારાવાદી પગલાંનો ફાયદો ફિલ્મને પસંદ કરનાર સાઉદી અરબની  પ્રજાને મળ્યો છે.અત્યાર સુધી લોકો મનોરંજન માટે બહેરીન,યુએઈ,અને અન્ય દેશોમાં જતા હતા પરંતુ હવે સાઉદી અરબમાં પણ સિનેમાહોલમાં જઈને લોકો ફિલ્મ જોઈ શકશે.સાઉદી અરબમાં 35 વર્ષથી લાગેલ પ્રતિબંધ પૂર્ણ થઇ ગયો છે આની શરૂઆત રવિવારના બાળકોની એનિમેટેડ ફિલ્મ દેખાડીને કરવામાં આવી છે.

(7:50 pm IST)